કપાળ = ખોપરી
ભાતી= પ્રકાશ
કપાલભાતિ= ખોપરી ને પ્રકાશિત કરે તે.
કપાલભાતિ મૂળે શ્વસન નો વ્યાયામ છે અને ષટ્કર્મ મા સમાવેશ થાય છે. કેટલાક લોકો કપાલભાતિ ને પ્રાણાયામ ગણે છે પરંતુ તે પ્રાણાયામ માં સમાવિષ્ટ નથી. આ વ્યાયામ/ષટ્કર્મ ઉદર ના સ્નાયુઓ નું મુક્ત હલનચલન માંગે છે. એટલે આ વ્યાયામ બેઠા બેઠા કરી સકાય. કપાલભાતિ શરીર શુદ્ધિકરણ માટે ઉપયોગ થાય છે.
શરીર સંવર્ધન કરનારા માટે બેઠક ગમે તે કરી સકાય પણ આત્મબળ સંવર્ધન ઈચ્છા રખનારે પદ્માસન માં બેસવું જોયે. હઠ પ્રદીપિકા માં પણ પદ્માસન મા બેસવું એમ કીધું છે.
હઠ પ્રદીપિકા પ્રમાણે પદ્માસન એટલે ‘ ચોખા કરેલા પગ ના તળિયા ઊંધા કરીને સામસામા સાથળ પર રખાય છે તયારે પદ્માસન થાય છે’
કપાલભાતી એક ઉદારપાટલીય સ્વરૂપ નો વ્યાયામ છે. જેમાં શ્વસન એક પછી એક બહાર કાઢતા રહેવાનો ક્રમ ચાલુ રહે છે. કપાલભાતિ માં રેચક ને પૂરક નોજ અભ્યાસ છે. ને તેમાંય રેચક પર જ વાધરે મહત્વ આપવાનું છે. પૂરક એટલે શ્વાસ અંદર લેવો તે અને રેચક એટલે શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયા
એટલે કે કપાલભાતિ મા રેચકકરવા પર જ ધ્યાન રાખો!
રેચક કેવી રીતે કરવાનું: કપાલભાતિ માં દરેક રેચક માં પેટ ના આગલા સ્નાયુઓ ના અચાનક અંદર ની તરફ દીધેલા પ્રબળ ઝટકા થી જેટલી હવા ફેફસા માંથી નીકળે તેટલઈ કાઢવી જોયે.
જેટલી હવા બહાર નીકળે એટલી નિકાળવી જોયે. સામાન્ય રીતે શ્વાછોસ્વાસ માં બહાર નીકળતી હવા 350 ml હોય છે, તો કપાલભાતિ માં 450 ml હવા નીકળવી જોયે
એવો જોયે કપાલભાતિ ના ફાયદા, જો હું ફાયદા વર્ણવીશ નહિ તો મને ખબર છે કે તમે આ ષટ્કર્મ ક્યારે પણ નહિ કરો, લાલો લાભ વગર લોટ્સે નહિ !
કપાલભાતિ ના ફાયદા
- ચયાપચય ની ક્રિયા સંતુલિત કરે છે.
- પેટ ની ચરબી ઘટાડે છે.
- ઉદારપટલીય અંગો ને સારી કસરત આપે છે.
- લોહી નું પરિભ્રમણ ખુબ સારું કરે છે અને છેક મસ્તિષ્ક થી લઈ પગ સુધી સક્રિય કરે છે.
- ગેસ અને પાચન સબંધિત પ્રોબ્લેમ્સ દૂર કરે છે.
- કારનીઅલ સાઇનસ : કપાલભાતિ આને ચોખ્ખું કરે છે. કારનીઅલ / ડ્યુરેલ વેનસ સાઇનસ એ સાઈનસ અથવા બ્લડ ચેનલોનું જૂથ છે જે ક્રેનિયલ/કારનીઅલ માંથી ફેલાતા ઝેરી રક્તને દૂર કરે છે. વ્યવસ્થિત પરિભ્રમણ જાળવવા માટે તે સામૂહિક રીતે ઓક્સીજન શોષાયેલું લોહીને માથાથી હૃદય તરફ લઈ જાય છે.
- કફ દોષ ને ઠીક કરે છે.
- ચેહરો ખુબ કાંતિ વારો અને ચળકતો કરે છે.
- શરીર મા ઓક્સીજન શોષવાનું પ્રમાણ વધારે છે અને કાર્બન ડોયોક્ષ્યાડ ને મુક્ત કરવાનું વધારે છે.
- શરીર નો કચરો બહાર કાઢે છે એટલે જ કપાલભાતિ ષટ્કર્મ એટલે કે શરીર શુદ્ધિકરણ માટે વપરાય છે
- કપાલભાતિ થી CO2 પર કંટ્રોલ મળે છે જેથી કરીને oxyzone વાધુ મળે છે. લોહી વધુ શુદ્ધ થાય છે ને પરિણામે શરીર મા નવા કોષો બને છે.
- ડિપ્રેશન ને મટાડે છે, એન્ડ્રોફિન ને વધારે છે જેથી તમે ખુશ રહો છો!
- સ્વાદુપિંડ ને ઉતેજીત કરે છે જેથી કરીને બ્લડ સુગર નીચું જાય છે.
- યાદશક્તિ વધારે છે.
તો કપાલભાતિ કેવી રીતે કરવો:
- પદ્માસન માં કે પલાંઠી વારી બેસવું.
- ટટાર બેસવું. પણ કરોડરજ્જુ થોડી વાર પછી દુખે એમ નહિ.
- હાથ ગોઠણ પર ખુલ્લા રાખવા .
- પેહલા એક ઊંડું શ્વસન લો. ને ધીમે થી શ્વાસ છોડો.
- ફેફસા હવા થી ખાલી કરો.
- હવે માત્ર રેચક (શ્વાસ છોડવાની ક્રિયા) કરો. પેટ અંદર જશે. નાક માંથી શ્વાસ છોડો.
- 1 સેકોન્ડ માં 1 કરો.
- શરૂઆત 30 સેકન્ડ સુધી કરો અને 30 સેકન્ડ્સ ના ત્રણ આવર્તન કરો.
- માત્ર પેટ ના સ્નાયુ ને નાક જ વાધરે ચાલવા જોયે. આખું સરીર ધ્રૂજે એવું નહિ.
મહાવરો થયા પછી 1 મિનિટ માં 120 રેચક ને વાધરે આધ્યાત્મિક ઉર્જા ની ઈચ્છા કરનારે 200 રેચક સુધી પહોંચવું (પણ આ કરતા પેહલા યોગ્ય ગુરુ નું માર્ગદર્શન જરૂર થી મેળવવું )
પણ જો પેટ માં વીટ આવે કે દુખે તો તરતજ આ વ્યાયામ બંધ કરવો.
કપાલભાતિ કોને ના કરવું :
- ગર્ભવતી મહિલાઓ એ.
- હર્નિયા અથવા પેટ ના કોઈ પણ ભાગ માં શસ્ત્રક્રિયા થઈ હોય.
- વધારે બ્લડ પ્રેસર હોય તો 1 સેકન્ડ માં એક એવું કરી શકાય પણ ખુબ વધારે ના કરવું
- અલ્સર હોય તો ના કરવું.
- ખોરાક લીધા પછી તરત ન કરવું પણ 3 કલાક પછી કરી શકાય
- સ્ત્રીઓ જે માસિક ધર્મ માં હોય.
- સ્લીપ ડિસ્ક હોય તો ડૉક્ટર ની સલાહ લેવી.
- સ્ટેન્ટ બેસાડેલો હોય તો ડૉક્ટર ની સલાહ લેવી.
- અસ્થમા હોય તો ડૉક્ટર ની સલાહ લેવી.
તમારા નજીક માં કોઈ યોગ શિક્ષક કે ગુરુ હોય તો તેનું અવશ્ય માર્ગદર્શન લેવું કેમ કે કપાલભાતિ ષટ્કર્મ સાચી રીતે થાય એ ખુબ જ જરૂરી છે.