જાગૃત શ્વસન અને તેના ફાયદા 

દિવસ દરમ્યાન આપણે 1-2 કિલો ખોરાક લયે, 3-4 લીટર પાણી પિયે, પણ 10-20 કિલો જેટલી હવા લયે છીએ ! ખોરાક વગર કદાચ 30 દિવસ ચાલી શકે,

પાણી વગર કદાચ 2-3 દિવસ ને શ્વાસ વગર? કરી જુવો માત્ર 1 મિનિટ બંધ  એટલે ખબર પડે છે કે નહિ શું થાય તે  🙂 

હઠ યોગ પ્રદીપિકા (યોગ નો મુખ્ય ગ્રંથ ) શ્વાસ એ મન અને ઇન્દ્રિયો નો રાજા છે !

આ રાજા માનવ માત્ર ની સેવા કરે છે અને સમગ્ર મન અને શરીર પર તે કાબુ કરી શકે છે. 

એટલે રાજા ના નૌકરો તમારા પર હાવી થઈ જાય એ પેલા તમે જ રાજા ને કઈ દો કે એના નૌકરો કાબુ માં રે !

જાગૃત શ્વસન એટલે શ્વાસ સાથે ક્રિયાઓ કરવી, શ્વાસ ને જોવો , સજાગ રેવું, 24 કલાક દરિમયાન થોડો સમય શ્વાસ સાથે મિત્રતા કરો, મિત્ર સાથે સમય ગાળો 

શિવ સાંહીતા પ્રમાણે શ્વાસ જ મનુષ્ય નો પરમ મિત્ર છે !

શ્વાસ નું અવલોકન કરો , કેવી રીતે કઈ ગતિ એ અંદર બહાર થાય છે તે જુવો, શ્વાસ સાથે ચાલો જુવો ક્યાં ક્યાં જાય રહ્યો છે.

તમે ક્યારેય જોયું કે જયારે તમે ગુસ્સા મા હોવ ત્યારે શ્વાસ ખુબજ ઝડપ થી વહે છે! ફૂલી જાય છે શ્વાસ, ને જેવો ઊંડો શ્વાસ લો એટલે ગુસ્સો ઉતરી જાય !

 

જાગૃત શ્વસન  અને  ઊંડા શ્વાસ ના ફાયદા 

  • રોગ પ્રતિકાર શક્તિ મજબૂત કરે  

 શરીર  ના 70% ઝેર  શ્વાસ દ્વારા બહાર નીકળે છે! કેમ જાણી ને આંચકો લાગ્યો ? પણ સત્ય આજ છે! એટલે ઝેર ઓકવુ પડે બાકી શરીર ગટર થઈ જશે. શરીર ના ચયાપચય ની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્ષ્યાડ નીકળે છે જે ઝેર છે. શ્વાસ પૂરો છોડો અને આ ડાયાલાલ ને બહાર કાઢો .

  •  શરીર માં ઉર્જા વધારે છે  

શરીર ને ટકાવી નાખનાર ઓક્સીજન છે અને તે ઉર્જા નો મુખ્ય સ્ત્રોત પણ છે. ઊંડા શ્વાસ લો અને આ ભાઈ ઓક્સીજન ને ખુબ ખેંચ.

  •  શ્વસન તંત્ર મજબૂત કરે છે  

હવે તો કોરોના કાળ મા બધાને ખબર પડી ગઈ છે કે ઊંડા શ્વાસ ની કિંમત કેટલી છે !  ઊંડા અને દીર્ઘ શ્વાસ લેવાથી ફેફસા મજબૂત થાય છે, ડાયાફ્રામ ના સ્નાયુઓ તણાવ મુક્ત થાય છે. 

  •  ચેતા તંત્ર શાંત અને કાર્યક્ષમ કરે છે  

મન મજબૂત તો બધું જોરદાર! ઊંડા અને દીર્ઘ શ્વાસ લેવાથી ચેતા તંત્ર માં મોટાપાયે ફેરફાર થાય છે, ચેતા તંત્ર શાંત કરે છે,સાચા  નિર્ણય લેવા મા મદદ કરે છે જે તમને સફળ જીવન જીવા માટે જરૂરી છે. જીવન માં આવતી સમસ્યા સામે લડત આપવામાં ખુબ મદદ કરશે

  • શ્વાસ લસિકા તંત્ર ને મજબૂત કરે છે  

લસિકા તંત્ર ગુરુત્વાકર્ષણ, સ્નાયુઓની હલનચલન અને શ્વાસ પર આધાર રાખે છે જેથી શરીરને સાફ કરી શકાય. લસિકા  તંત્ર  શરીર માથી  બેક્ટેરિયા, વાયરસ અને શરીર નો કચરો બહાર કાઢે છે, હવે વિચારો જો લસિકા તંત્ર બરાબર ન ચાલે તો ? ઊંડા શ્વાસ લેવાથી લસિકા તંત્ર ખુબ સારી રીતે કામ કરતુ થાય છે.

  •  જુવાની ટકાવી રાખે છે! 

કોને ના ગમે જુવાન દેખાવું!  ઊંડા શ્વાસ અને તે પણ જાગૃત શ્વસન કરવાથી, રિસર્ચ માં સાબિત થયું છે કે ઊંડા શ્વસન થી વૃદ્ધત્વ ના હોર્મોન્સ ના સ્ત્રાવ ઘટાડે છે જેથી વૃધત્વ જલ્દી નથી આવતું, હાર્વર્ડ યુનિવર્સિટી ના રિસર્ચ પ્રમાણે ઊંડા શ્વસન  લેવાથી DNA નું પૂછડું એટલે કે ટેલોમેર્સ લાંબા રહે છે, એટલે ? એટલે એ કે આ પૂછડું નું ટૂંકું થવું એજ વૃધત્વ !

  • એકાગ્રતા વધારે છે    

જાગૃત શ્વસન કરવાથી મન એક જગા  એ  કેન્દ્રિત રહે છે જેથી મન ની એકાગ્રતા શક્તિ વધે છે. વિધાર્થીઓ માટે તો આ રામબાણ ઈલાજ છે.  જાગૃત શ્વસન દરિમયાન  મન શાંત  અને સ્વસ્થ રહે છે 

  • રક્તવાહિની તંત્ર ને સ્વસ્થ અને મજબૂત રાખે છે  

રિસર્ચ દ્વારા સાબિત થયું છે કે , હાર્ટ એટેક ના બધાજ દર્દીઓ માં જાણવા મળ્યું  કે તેઓ ઊંડું શ્વસન કરતા જ નથી એટલે કે છાતી દ્વારા જ શ્વાસ લેતા હોય છે,  અને  જે લોકો ઊંડા શ્વાસ લેવાના  અભયાસી છે તેઓ માં હાર્ટ એટેક ના જોખમ માં 50% સુધીનો ઘટાડો આવ્યો હતો

ઊંડા અને જાગૃત શ્વસન લેવાના ફાયદા અનેક છે પણ આપણે આ ખબર જ  નથી કે જે અમૂલ્ય પ્રણાલી ભગવાન એ  મફત આપી દીધી છે એટલે એની કિંમત નથી કરતા! 

રોજ માત્ર 10 મિનટ શ્વાસ સાથે મિત્રતા કરો , એની સાથે વાતો કરો , જોવો તેને , તેની ગતિ જોવો , ઊંડા શ્વાસ લો.

અને જુવો તમારા જીવન માં કેટલો ફેરફાર થાય છે! અને ફેરફાર થાય એટલે અમને જણાવો 

Leave a Reply