એક આમળા ની આકાશવાણી !

એક આમળા ની આકાશવાણી થય :-

હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબજ ખાટું લાગે ઈ !! મને English મા Indian gooseberry કહે છે ,

મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ??

ભારત ના રિશી મુનીયો એ મને આયુર્વેદ માં પેહલા સૌથી પાંચ મહત્ત્વ ના ઔષધ મા સ્થાન આપ્યું છે, હા એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનવા તરીકે થાય છે !!

આ માથા ના વાળે બોવ તાપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !!

હે ! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવા નો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી પણ હું તમારા આખા શરીર નિ સેવા કરી સકું તેમ છુ !

પેહલા તો મને જાણો :

 

1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ right ? પણ તમરી અજ્ઞાનતા દુર કરી દવ, મારા મા સ્વાદ ના છ એ છ રસ છે એટલે કે તીખા , ખાટા, તુરા , મીઠા , ખરા, કડવા !!

2. મારા મા 445mg -650mg /100g Vitamin C હોય છે ! જે orange મા હોય એના કરતા 20 ગણું વધારે છે.

3. ભારત માથી હું દર વરસે 25000 MT જેટ્લી બીજા દેશ મા જાવ છુ.

4. હું શિયાળા મા તમને મળી શકું.

5. હું ત્રણેય દોષ વાત , કફ અને પિત ને સંતુલિત કરું છુ.

6. આયુર્વેદ પ્રમાણે હું એક રસાયણ છુ.

મારા ફાયદા જાણો

1. તમને પજવતો cholesterol વાસ્તવ મા બે ભાઈઓ છે ! HDL અને LDL , હિન્દી movie મા જેમ હોય એક ભાઈ સારો અને એક ખરાબ અને એને કન્ટ્રોલ મા રાખે એની મા , તો બસ હું HDL જે સારો છે અને body મા વધે તો સારું એટલે હું એને encourage કરું છુ વધવા માટે અને , આ નઠારો LDL ને ડંડા મારી ને ઘટાડું છુ , અને મારું સસ્ત્ર pectin દ્વારા કરું છુ.

2. Antioxidant – એટલે કે શારીર જેરીલું બનતું હોય છે એને ચોખું હું કરી સકું , અને આથી હું cancer જેવા રોગો સામે દીવાલ બની ને ઉભી શકું

3. Anti aging:- સ્ત્રીઓ ખાસ વાચે ! સ્કીન પર કરચલીઓ દુર કરી સકું

4. ચ્યાવાન્પ્રાશ : વરસો પેલા ચ્યવન નામના રિશી 70 વર્ષ ના થયા ત્યરે એને એક રસાયણ શોધ્યું જે વૃધો ને પણ યુવાન બનાવી દે અને એને અપને ચ્યાવાન્પ્રાશ કહીએ છીએ , ચ્યાવાન્પ્રાશ મા મારું પ્રમાણ 70-75% હોય છે

5. કબજિયાત :- 90% લોકો આનાથી પીડાય છે અને અગણિત રોગો આના દ્વારા થાય છે। મારો juice રોજ સવારે પીવે તો જેમ kitchen ની સિન્ક ની pipeline નો કચરો ચોટયો હોય અને દુર કરવા chemical નાખવું પડે એવી જ રીતે હું તમારા પેટ માં જય ને તેની દીવાલ પર ચોટેલો કચરો દુર કરી દાવ છુ

6. diabetes :- ભારત દેશ ને આ રોગે ભરડો લીધો છે , તો આ diabetes પણ હું કન્ટ્રોલ કરી સકું , હુ glycosylated hemoglobin ને બનતું અટકાવું છુ જેને કારણે તમારું diabetes control મા રહી શકે.

7. મારો ઉપયોગ ચામડી થી લય માથા ના વાળ, તમારું heart , પેટ , લોહી વગેરે ને ઠીક કરવા માટે થાય છે , મારા ઉપયોગ અગણિત છે।

એટલે કે હું all rounder છુ ! blood pressure , diabetes , વાજીકરણ , પેટ ના રોગો , સ્કીન અને વાળ ના રોગો , લોહી સુદ્ધીકારણ , શક્તિવર્ધક , ત્રણેય દોષ ઠીક અને બીજા અગણિત રોગો ની સારવાર માં હું ખુબજ ઉપયોગી
કરવા જેવું કામ એ હવે શિયાળો આવે ત્યરે રોજ ફ્રેશ આમળા લય ને ફ્રેશ juice 25ml -50ml પી જોવો અને અખો શિયાળો પીવો અને ફરક જુઓ !!

જો ચમત્કારી ફરક ના જોવા મળે તો મારું નામ આમળા માંથી આખલો અને gooseberry માંથી faltooberry કરી નાખજો !
ચાલો આવજો હવે મારા વિશે વધુ જાણવા તમારા Google દેવતા ને પૂછો

CategoriesUncategorized

Leave a Reply